ગુજરાતના એક એવાં રાજા જે નિયમિત પોતાના ભોજનમાં ઝેર ખાતાં હતાં, શરીર પર જો માખી પણ બેસતી તો મરી જતી

85

ભારત દેશમાં થોડા વર્ષો પહેલા રાજા-મહારાજાઓહું શાસન ચાલતું હતું. ત્યાર રાજા ખુબ જ શુરવીર હતા, તો એમના એક શુરવીર રાજા વિશે આ લેખમાં વાત કરવા જઈ રહ્યા છીએ. આજ ના આ લેખમા અમે તમને ગુજરાતના એક એવા રાજા વિશે જણાવીશું કે જેના વિશે જાણીને તમે ચોંકી જશો. ગુજરતના મહમદશાહ સાથે ઘણા રહસ્યો અકબંધ છે. તેને ઈતિહાસ મા મહમદબેગડાના નામ થી પણ ઓળખવામા આવે છે અને તે ગુજરાતના સામ્રાજ્યના છઠ્ઠા બાદશાહ હતા.

તેઓનુ અંગત જીવન પણ અજીબોગરીબ હતુ. તે નિયમિત ઝેર પીતા હતા અને રોજનુ 35 કિલો ભોજન આરોગતા હતા. નાની ઉંમરમા જ મહમદ બેગડાએ તેના પિતા ને ગુમાવી દીધા હતા. આ બાદ તેને જ ગાદી પર બેસાડવામા આવ્યા હતા. તેઓ ખુબ જ લાંબી મૂંછો તેમજ દાઢી રાખતા હતા. તેઓ ની મૂંછો લાંબી તેમજ રેશમી હતી કે તે તેને સાફા ની જેમ પોતાના માથા પર બાંધી લેતા હતા અને દાઢી પણ કમર સુધી ની લાંબી હતી.

તેઓની આ લાંબી મૂછોમા જ તેઓ ની ભૂખ નુ રાઝ છૂપાયેલું હતું. તે પોતાના મંત્રીમંડળ મા પણ લાંબી દાઢી-મૂછોવાળા ને વધુ પ્રાધાન્ય આપતા હતા. તેના મોટાભાઇ સુલતાન કુત્બુદી્ન અહમદશાહ નુ મૃત્યુ ઝેર આપવાથી થયું હતું. તેને પણ આવું ભોગવવુ ન પડે માટે તે સાવચેતી રૂપે બાળવય થી જ એક પ્રકાર ના ઝેર નુ સેવન કરવાની તેને ટેવ પાડવામા આવી હતી. આથી એમ કહેવાય છે કે તેના શરીર ઉપર માખી બેસતી તો તે પણ મરી જતી.

એની ભૂખ અસીમ હતી. સવારે નાસ્તામા તે 150 જેટલાં કેળાં ની સાથોસાથ એક પ્યાલો ઘી અને એક પ્યાલો મધ પીતા હતા. તેના દૈનિક ભોજન નુ વજન ગુજરાતી તોલ પ્રમાણે એક મણ જેટલુ હતું. તે વારંવાર અલ્લાહે ને કહેતો હતો કે જો તેને સુલતાન ન બનાવ્યો હોત તો તેની ભૂખ કેવી રીતે સંતોષવામા આવતી. તે આ ખોરાક પ્રમાણે બાંધે શક્તિશાળી પણ હતો. તે પોતાની તાકાત થી તે મદમસ્ત હાથી ને પણ ભગાડી શકતો પરંતુ દુનિયા મા મહમદ બેગડો એકલો ઝેર નું સેવન કરનારો એકલો રાજા ન હતો.

સમગ્ર વિશ્વ મા એવા ઘણા રાજા-મહારાજા હતા. રોજ ઝેર ના સેવન થી શરીર ને ઝેરીલું બનાવવા ની આ પ્રક્રિયા ને મિથ્રિડાયટિઝમ કહેવાય છે. આ પદ્ધતિ થી શરીર મા ધીમે-ધીમે ઝેર નાખી ને રોગપ્રતિકારક શક્તિ ને વધારવામા આવે છે. મિથ્રિડાયટિઝમ નો ઈતિહાસ પણ તેના નામ ની જેમ જ રસપ્રદ છે.

પોંટસ તેમજ આર્મેનિયા ના રાજા Mithridates VI ના ડર થી આ શબ્દ આવ્યો હતો. આ રાજાના પિતા ને ઝેર આપીને મારવામા આવ્યા હતા. જે બાદ રાજા એટલો ગભરાઈ ગયો હતો કે તેણે પોતાને પણ ઝેર થી કોઈક મારી નાખશે એમ સમજી ને તે નિયમિત ઝેર પીવા લાગ્યો હતો કે જેથી તેનુ મૃત્યુ ઝેર ના લીધે ન થાય. આમ આ રાજા કઝેર પીયને પોતાને સ્વસ્થ રાખતા હતાં.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…