જાણો એક મુઠ્ઠી ચણા એ અનેક રોગો માટે છે રામબાણ ઈલાજ

179

પોષક તત્વોને લીધે ચણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમને ચણામાંથી પુષ્કળ શક્તિ મળે છે અને તમારી પાચક શક્તિ પણ બરાબર રહે છે. તેના અન્ય સ્વાસ્થ્ય લાભો પણ ઘણા છે, ફણગાવેલા ચણા વિટામિન અને બી કોમ્પ્લેક્ષનો સ્રોત છે.

1- ચણા ખીલ, ફોલ્લીઓ, સોજો અને ખંજવાળ જેવી ત્વચાની સમસ્યાઓથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે. આ માટે દૂધ અથવા દહીંમાં ચણા અથવા ચણાનો લોટ મિક્સ કરી ચહેરા પર લગાવો. આ પેસ્ટને માથામાં લગાવવાથી વાળ ઉતારવાના ઓછા થઈ શકે છે અને તેમને મજબુત બનાવી શકાય છે.

2- શરીરમાં આયર્નનો અભાવ એનિમિયા માટે જવાબદાર છે. ચણામાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. હિમોગ્લોબિનને અંકુશમાં રાખવા માટે તમે એક ચમચી મધને પલાળેલા ચણા સાથે મિક્ષ કરીને ખાઈ શકો છો.

3- જો પાચન તંત્ર યોગ્ય ન હોય તો તમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ચણાના પ્રતિરોધક સ્ટાર્ચ ગુણધર્મો પાચનને યોગ્ય બનાવે છે અને કબજિયાતની સમસ્યાને થોડી હદ સુધી રાહત આપે છે. તેનું સેપોનિન્સ કમ્પાઉન્ડ તમારા પેટને સાફ રાખવામાં મદદ કરે છે.

4-ડાયાબિટીસના દર્દીઓ માટે સારું- ચણા તમારા શરીરને શક્તિ આપે છે, સાથે સાથે તે ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવામાં પણ મદદ કરે છે. તેથી જ ડાયાબિટીસના દર્દીઓ માટે ચણા ખુબ જ સારા છે. દરરોજ એક મુઠ્ઠી ચણા ખાવાથી તમને ગ્લુકોઝ અને બ્લડ શુગરનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરી શકે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…