સુરતમાં આઇસક્રીમની લાલચ આપીને 8 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ અને પછી બાળકી સાથે કર્યું એવું કે…

86

આ કલયુગી સમયમાં પુરુષો એટલા નરાધમ બની ગયા છે કે તેઓ છોકરીઓની ઉંમર પણ નથી અને નાની બાળાઓ જે અણસમજુ છે તેની સાથે ન કરવાના કાર્ય કરી નાખે છે, આજના જમાનામાં પ્રેમ ઓછો અને હવસ વધી ગઈ છે. લોકો છોકરીઓના કપડાં પહેરવા પર દોષ આપે છે પરંતુ ધોરણ- 2 માં ભણતી 8 વર્ષની બાળા સાથે આવું કેમ?  ગોડાદરામાં રહેતા બબનસિંગમુળ બિહારના વતની છે. કાપડની દલાલીનું કામ કરતા બબનસિંગને સંતાનમાં 2 પુત્ર અને 2 પુત્રી છે.

જે પૈકી 8 વર્ષની પુત્રી દુષ્કર્મનો શિકાર બની હતી. ગઈ કાલે તા.23મીએ સાંજે ધો.2માં અભ્યાસ કરતી બાળકી રમી રહી હતી ત્યારે અહીં રહેતા વિક્રમની નજર માસૂમ બાળા પર પડી હતી. હવસખોર વિક્રમે બાળકીને આઇસ્ક્રીમ ખવડાવવાની લાલચ આપી મનાવીને છત પર લઇ ગયો હતો.

અહીં તેણે બાળાનું મોઢું દબાવી કુકર્મ આચર્યુ હતુ. હવસખોરે બાળાને બૂમાબૂમ કરશે તો છત પરથી નીચે ફેંકી દઇશ એવી ધમકી પણ આપી હતી. નરાધમ પોતાની હવસ પૂરી કરતો રહ્યો અને બાળકી અસહ્ય દર્દ સહન કરતી રહી ત્યાર બાદ વિક્રમ ત્યાંથી ભાગી ગયો. દરમિયાન બાળાએ માતાને આરોપીની કરતૂત અંગે જાણ કરી હતી. માસૂમ દીકરી સાથે દુષ્કર્મ થયાનું  જાણી માતાના પગ તળેથી જમીન સરકી ગઇ હતી.

હેબતાઇ ગયેલી માતાએ પતિને વાત કરતા તેઓ પણ હેબતાઇ ગયા હતા. આખરે મધરાત્રે સમગ્ર મામલો લિંબાયત પોલીસમાં પહોંચ્યો હતો. લિંબાયત પોલીસે સંગીન આ બનાવમાં આરોપી સામે દુષ્કર્મ, અપહરણ તથા પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી ભોગ બનનાર બાળાનું તબીબી પરિક્ષણ કરાવ્યું હતુ. બાદમાં પોલીસ નરાધમની તપાસમાં જોતરાઇ હતી.

દરમિયાન મંગળવારે બપોરે પોલીસે આરોપીને પકડી પાડયો હતો. મુળ રાજસ્થાનનો વતની 28 વર્ષીય વિક્રમ ગોડાદરામાં આવેલી ફેબ્રિકેશનની દુકાનમાં નોકરી કરે છે. આવા જ કેટલાં કિસ્સાઓ ભારત દેશ માં બની રહ્યા છે પરંતુ આ અંગે સરકાર શા માટે કોઈ સખ્ત પગલાં  નથી લેતી? જો એક આવા હવસખોર સાથે સખ્તાઈ કરવામાં આવે તો કેટલી છોકરીઓ આ દુષ્કર્મથી બચી શકે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…