લાખોની સંપતી હોવાં છતાં આ વૃદ્ધા છેલ્લાં 20 વર્ષથી ઓરડીમાં પુરાઈ રહ્યાં હતાં -કારણ છે ખુબ ચોંકાવનારૂ

416

સોશિયલ મીડિયા પર અવારનવાર રાજ્યમાંથી પ્રેરણા દાયક કહાનીઓ સામે આવતી હોય છે ત્યારે આવી જ એક જાણકારી સામે આવી રહી છે. રાજકોટના સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ તથા તેમની ટીમ દ્વારા માનવતા મહેકાવતું કાર્ય કર્યુ છે. 4 જાન્યુઆરીએ જલ્પાબેન પટેલ તથા તેમની ટીમ સાંજે 7 વાગ્યે ધ્રોલ પહોંચી ગઈ હતી.

ધ્રોલમાં કુલ 60 તોલા સોનુ, કુલ 3 મકાન હોવા છતાં પણ કંચનબેન મગનભાઈ પીપળીયા નામના 65 વર્ષીય વૃદ્ધા છેલ્લા 20 વર્ષથી એક જ ઓરડીમાં એકલાયું જીવન પસાર કરી રહ્યાં હતા. સાથી સેવા ગ્રુપે ઓરડીમાં જોયું તો કંચનબેન નિર્વસ્ત્ર અવસ્થામાં જોવા મળ્યાં હતા. બહાર કાઢવામાં આવ્યા તો તેમના વાળ કુલ 8 ફૂટ જેટલા વધી ગયા હોવાનું જોવા મળ્યું હતું.

કંચનબેનના વાળ કાપી નવડાવીને નવા વસ્ત્રો પહેરાવ્યા :
સાથી સેવા ગ્રુપે કંચનબેનને બહાર કાઢીને સૌપ્રથમ તો ભજીયા ખવડાવ્યા હતા. ત્યારબાદ તેમના વાળ કાપવામાં આવ્યા હતા તથા નવડાવીને નવા વસ્ત્રો પહેરવામાં આવ્યા હતા. સાથી સેવા ગ્રુપની સરાહનીય કામગીરીથી પાડોશમાં રહેતા લોકો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા.

ત્યારબાદ જલ્પાબેને કંચનબેનના ભત્રીજાનો સંપર્ક કરતા પરિવારજનોએ તેમને સ્વીકારવા ઇન્કાર કરવામાં આવ્યો હતો. જલ્પાબેને સુરત માનવ મંદિર આશ્રમનો સંપર્ક કરતા અહીં મોકલી દેવા માટે જણાવવામાં આવ્યું હતું. જેને કારણે સાથી સેવા ગ્રુપે તેમને બીજા દિવસે એટલે કે, 5 જાન્યુઆરીનાં રોજ સુરત મોકલી દેવામાં આવ્યા હતા. કંચનબેનને પગ લાંબા સમયથી વળેલા હોવાને કારણે સીધા થતા નથી.

કંચનબેન છેલ્લાં 15 વર્ષથી ન્હાયા ન હતા, પરિવારે સાચવવા માટે ઈન્કાર કર્યો :
જલ્પાબેન જણાવે છે કે, કંચનબેને લગ્ન કર્યા ન હોવાને કારણે એક જ ઓરડીમાં એકલવાયું જીવન પસાર કરી રહ્યાં હતા. શેરીમાં રહેતા આસપાસના લોકો તેમને નાસ્તો તથા જમવાનું આપી રહ્યાં હતા. પાડોશીના કહેવા પ્રમાણે કંચનબેન છેલ્લા 15 વર્ષથી ન્હાયા ન હતા.

માજી પાસે કુલ 60 તોલા સોનુ હતું. માજીની સારવાર થાય તથા કુલ 3 ટાઈમ ભોજન મળી રહે તેની માટે સુરત માનવ મંદિર આશ્રમમાં લઈ જવામાં આવ્યા છે. સાથી સેવા ગ્રુપ આવા કામ કરવા હંમેશા તત્પર રહેતું હોય છે. આવી કોઈ વ્યક્તિ તમારા ધ્યાનમાં આવે તો સાથી સેવા ગ્રુપને ફોન કરીને કોઈને નવજીવન આપવામાં મદદ કરો તેવી અપીલ કરવામાં આવી છે.

સુરત માનવ મંદિરે સાથી સેવા ગ્રુપનો આભાર માન્યો :
કંચનબેન સુરત માનવ મંદિર આશ્રમમાં પહોંચતાની સાથે જ સંચાલક દ્વારા સાથી સેવા ગ્રુપના જલ્પાબેન તેમજ તેમની ટીમનો આભાર માનવામાં આવ્યો હતો. સુરત માનવ મંદિર આશ્રમે સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ કરી આવા લોકો તમારા ધ્યાનમાં આવે તો અહીં મોકલી આપવા માટેની વિનંતી કરવામાં આવી હતી.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…